palak mata pita yojana


 પાલક માતા પિતા યોજના... 

પ્રતિ બાળક દીઠ માસિક Rs.3000/- ની સહાય... 







પાલક માતા-પિતાની યોજના


આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ નાઠરાવ ક્રમાંક:બીસી એ/૧૦૭૮ /૧૭૫૫ /છતા.૨૬ /૧૨/૧૯૭૮ થી રાજ્યના અમુક વિસ્તારમાં અમલમાં આવેલ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક અનથ/૧૦૨૦૦૮/ન.બા/૦૧. છતા. ૨૯/૮/ ૨૦૦૯ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ માં આવેલ છે.


પાત્રતાના ધોરણો


જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોયતેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.

જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.

પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.

દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.

અમલીકરણ

રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.

Comments

Post a Comment